મોરબી : રાજકોટમાં આયોજિત ઓપન ગુજરાત એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં 400 મીટર દોડ સ્પર્ધામાં મોરબીના ઓમનગર ગામના અને મોરબી નવયુગ વિધાલયમાં ધો.9 માં અભ્યાસ કરતાં એવા શેરસિયા સ્મિત મનોજભાઇએ પ્રથમ નંબર સાથે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. ઉગતી પ્રતિભા એવા સ્મીતભાઈ એ સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ બદલ ચોતરફથી અભિનંદન વર્ષા થઇ રહી છે.