મોરબી : મોરબીના માધાપરમાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી સાહિલ ઉર્ફે સ્મિતને આરસી બ્રાન્ડ દારૂની 6 બોટલ સાથે ઝડપી લીધો હતો, જો કે સ્મિતનો દારૂના ધંધાનો ભાગીદાર અંકિત હાજર ન મળી આવતા એલસીબી ટીમે બન્ને વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, મોરબી શહેરના માધાપર શેરી નંબર 22મા રામજી મંદિર પાસે રહેતો સાહિલ ઉર્ફે સ્મિત હિતેશભાઈ વિઠ્ઠલાપરા પોતાના મકાનમાં વિદેશી દારૂ રાખીને વેચાણ કરે છે જે બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડતા સાહિલ ઉર્ફે સ્મિતના કબજા ભોગવટા વાળા મકાનમાંથી રોયલ ચેલેન્જ એટલે કે આરસી બ્રાન્ડ વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 3120 કબ્જે કરી હતી. વધુમાં આરોપી સાહિલ ઉર્ફે સ્મિત હિતેશભાઈ વિઠ્ઠલાપરાએ વિદેશી દારૂના આ ધંધામાં અંકિત અરુણભાઈ રાઠોડ નામના શખ્સની સંડોવણીની કબૂલાત આપતા એલસીબી ટીમે બન્ને આરોપીઓ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરાવ્યો હતો.