1000થી વધુ પેટી દારૂ હોવાની શક્યતા, હાલ ગણતરી ચાલુમોરબી: રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ મોરબી જિલ્લામાં મોટી કાર્યવાહી કરી છે. માળિયા મિયાણા નજીકથી પસાર થતા એક શંકાસ્પદ ટ્રકને SMC ની ટીમે ઝડપી પાડયો છે, જેમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે.આ અંગે મળતી પ્રાથમિક વિગતો મુજબ, માળિયા મિયાણાના ભીમસર ચાર રસ્તા પાસેથી SMC એ દારૂ ભરેલ ટ્રકને ઝડપી લીધો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ દારૂ ભરેલ ટ્રક અમદાવાદ તરફથી આવી રહ્યો હતો અને કચ્છ તરફ જઈ રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રકમાં અંદાજે 1000થી વધુ પેટી વિદેશી દારૂની પેટીઓ હોવાની શક્યતા સેવાઈ રહી છે. જોકે, હાલ પોલીસ અને SMCની ટીમ દ્વારા ટ્રકમાંથી દારૂની બોટલો ઉતારીને તેની સત્તાવાર ગણતરી કરવાની કામગીરી ચાલુ છે. સાંજ સુધીમાં ગણતરી પૂર્ણ થયા બાદ જ દારૂના જથ્થાનો ચોક્કસ આંકડો સામે આવશે. SMCની આ રેડથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.