2 આરોપી પકડાયા, ત્રણના નામ ખુલ્યા : 4,76,800નો મુદ્દામાલ કબ્જે મોરબી : મોરબી તાલુકાના રંગપર બેલા વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂના હાટડા ધમધમી રહ્યા છે અને આવનાર નવાર દેશી દારૂના હાટડાના વીડિયો પણ વાયરલ થાય છે ત્યારે ગઈકાલે એસએમસી એટલે કે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી 750 લીટર દેશી દારૂ સાથે બે શખ્સને ઝડપી લઈ ત્રણ આરોપીઓના નામ ખોલાવી કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરાવી 4,76,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગઈકાલે રંગપર બેલા ગામની સીમમાં લેવિટ સિરામિક પાછળ વોકળામાં દરોડો પાડી મોરબીના કાંતિનગરમાં રહેતા આરોપી અકબર કરીમભાઈ સમાં અને સાહિલ જાનમહમદ ભટ્ટી નામના બે આરોપીઓને 750 લીટર દેશી દારૂ, 3 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 10 હજાર, પ્લાસ્ટિકની ડોલ, ટબ અને બેરલ કિંમત રૂપિયા 500, દારૂ વેચાણના 15,800 રોકડા તેમજ 3 લાખની આઈ -20 કાર સહિત 4,76,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.વધુમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે આરોપીઓની પૂછતાછમા દારૂના આ વેપલામાં આરોપી અનવર ઉર્ફે દડી હાજીભાઈ માલાણી રહે.કાંતિનગર મોરબી, ઇમરાન રહે. મોરબી અને જીગ્નેશ ઉર્ફે ડાકુ કાળુભાઇ પંચાળા રહે.ઢેઢુંકી, તા.સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર વાળાની સંડોવણી કબુલતા પાંચેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.