28912 બોટલ વિદેશી દારૂનો જથ્થો કબ્જે લેવાયો : એક આરોપીની ધરપકડ, સપ્લાયર અને રિસીવરની શોધખોળમોરબી : મોરબી જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનની હદમાં વઘાસીયા ટોલનાકા પાસે, ગાયત્રી ચેમ્બરની સામે નેશનલ હાઈવે નંબર 27 પર SMC દ્વારા રેડ કરી એક ટ્રકમાંથી 55,74,528 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. બુટલેગરો દ્વારા પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે આ દારૂ કન્ટેનર ટ્રકના ચોરખાનામાં છુપાવવામાં આવ્યો હતો.કુલ 80 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયોદરોડા દરમિયાન SMC દ્વારા કન્ટેનર નંબર NL01AC2118 માંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 28912 બોટલો જપ્ત કરવામાં આવી છે. જેની કિંમત 55,74,528 રૂપિયા થાય છે. આ દારૂના જથ્થા સાથે 25,00,000 રૂપિયાની કિંમતનું 1 કન્ટેનર વાહન, 10,500 રૂપિયાની કિંમતના 3 મોબાઈલ ફોન અને 1,070 રૂપિયા રોકડા મળીને કુલ 80,86,098 રૂપિયાનો અધધ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.પોલીસ કાર્યવાહી અને વોન્ટેડ આરોપીઓSMC ના PSI D. A. તુવર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી આ રેડમાં ટ્રક ડ્રાઈવર અને માલિક અચલારામ રાજુરામ જાટ (રહે. ધીરાસર, તા. ચોહટન, જિ. બાડમેર, રાજસ્થાન) ની ઘટનાસ્થળેથી ધરપકડ કરવામાં આવી છે. આગળની કાર્યવાહી માટે આરોપી અને મુદ્દામાલ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. જ્યારે આ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર રાજસ્થાનના સીકરના સપ્લાયર મનીષ શર્મા અને મોરબીમાં આ દારૂનું કટિંગ લેનાર શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટની કલમ 65(A), 65(E), 81, 83, 98(2), અને 116(B) મુજબ ગુનો નોંધીને ફરાર આરોપીઓને પકડી પાડવા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.#MorbiUpdate #Wankaner #SMCRaid #GujaratPolice #Prohibition #LiquorSeized #MorbiNews #CrimeNews #GujaratCrime #StateMonitoringCell #MorbiPolice