દારૂ ભરેલો ટ્રક લઈને જતા બે શખ્સોની ધરપકડ, અન્ય 7 શખ્સો સામે ગુનો નોંધાયો : દારૂની 19 હજારથી વધુ બોટલ કબ્જે લેવાયમોરબી : મોરબી જિલ્લામાં દારૂની બદી ડામવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલએ મોટી કાર્યવાહી કરી છે. SMCની ટીમે માળિયા મિયાણા પોલીસ સ્ટેશનની હદમાં ભીમાસર ચોકડી નજીક દરોડો પાડીને એક ટ્રકમાંથી જંગી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ રેડમાં પોલીસે 1.38 કરોડની કિંમતનો દારૂ અને ટ્રક સહિત કુલ 1.63 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, SMC ના PSI વી.એન. જાડેજા અને તેમની ટીમને બાતમી મળી હતી કે એક ટ્રકમાં પંજાબથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે ટીમે માળિયા મિયાણા હાઇવે પર ભીમાસર ચોકડી પાસે આવેલ સ્વાગત પેટ્રોલિયમના પાર્કિંગમાં વોચ ગોઠવી હતી. ત્યાં ઉભેલી શંકાસ્પદ ટ્રક (RJ 07 GD 2852)ની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની 19,068 બોટલો મળી આવી હતી. SMC એ ટ્રક ચાલક અને ક્લીનરની અટકાયત કરી છે. SMC એ તમામ આરોપીઓ વિરુદ્ધ માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મુદ્દામાલની વિગત:● વિદેશી દારૂ: 19,068 બોટલ (કિંમત ₹ 1,38,04,080/-)● ટ્રક (નં. RJ 07 GD 2852): કિંમત ₹ 25,00,000/-● રોકડ: ₹ 23,580/-● મોબાઈલ: 2 (કિંમત ₹ 10,000/-)● કવરિંગ મટીરીયલ અને અન્ય: ₹ 13,500/-● કુલ મુદ્દામાલ: ₹ 1,63,51,160/-પકડાયેલા આરોપીઓ:● વિક્રમ સિંહ નારાયણ સિંહ ચૌહાણ (રહે. નાલબારી, જિ. બિકાનેર, રાજસ્થાન)● કમલ કિશોર પ્રેમરામ મારુ (રહે. બિકાનેર, રાજસ્થાન)વોન્ટેડ આરોપીઓ (પકડવાના બાકી):● રમેશ લખમારામ જાટ (રહે. બાડમેર - મુખ્ય સપ્લાયર)● બલવીર સોહનદાસ જાટ (રહે. હનુમાનગઢ, રાજસ્થાન)● જબ્બાર બિશ્નોઈ (રહે. સાંચોર, રાજસ્થાન)● સામખીયાળી ખાતે દારૂ રિસીવ કરનાર અજાણ્યો શખ્સ● ભટીંડા (પંજાબ) થી ટ્રક લઈ જનાર અજાણ્યો શખ્સ● ભટીંડામાં દારૂ ભરેલી ટ્રક હેન્ડઓવર કરનાર અજાણ્યો શખ્સ● ટ્રક માલિક (RJ 07 GD 2852)