નવયુગ B.sc કોલેજની ત્રણ ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થિનીઓની મોરબી અપડેટ સાથે ખાસ વાતચીતમોરબી : તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં મોરબી માટે ગૌરવપૂર્ણ કહી શકાય તેમ મોરબીની નવયુગ B.sc કોલેજની ત્રણ વિદ્યાર્થિનીઓએ ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. આ ત્રણેય વિદ્યાર્થિનીઓ અને પ્રોફેસર સાથે મોરબી અપડેટે ખાસ વાતચીત કરી હતી.કોલેજના પ્રોફેસરે મોરબી અપડેટને જણાવ્યું હતું કે, ગઈકાલે પદવીદાન સમારોહ યોજાયો હતો જેમાં વિવિધ વિદ્યાશાખાઓમાં ગોલ્ડ મેડલ અપાયા હતા. નવયુગ કોલેજ મોરબી જિલ્લામાં પ્રથમ કોલેજ છે કે જેમણે ત્રણ બીએસસીના અલગ અલગ વિષયોમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો હોય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લગભગ 45 જેટલી સાયન્સ કોલેજ છે. ત્યારે આ બધી જ કોલેજના વિદ્યાર્થીઓને પાછળ રાખીને જે તે વિષયમાં પ્રથમ ક્રમાંકે રહ્યા હોય એવી ત્રણ વિદ્યાર્થિનીઓ છે. એમની અનન્ય મહેનત, અમારા પ્રેરણા સ્ત્રોત કાંજીયા સાહેબ અને સ્ટાફની મહેનતને કારણે આ શક્ય બની શક્યું છે. સાથે જ તેમને કહ્યું કે, સફળતા માટે કોઈ શોર્ટકટ નથી. મહેનત વગર સફળતા મળવી અઘરી નહીં પણ અશક્ય છે.મેથેમેટિક્સ માં ગોલ્ડ મેડલ મેળવનાર પ્રેક્ષા પંડ્યાએ જણાવ્યું કે, દરરોજ જે ટાસ્ક આપવામાં આવતા હોય, કોલેજમાં લેવાતી ઇન્ટર્નલ પરીક્ષા અને અસાઇમેન્ટ, ફેકલ્ટી તરફથી મળતા સાથ સહકાર અને ઘરેથી કરવામાં આવતા વાંચન અને અભ્યાસના કારણે આ શક્ય બન્યું છે.બોટની વિષયમાં ગોલ્ડ મેડલ મેળવનાર ખેડૂત પુત્રી રાધિકા વડાવીયાએ જણાવ્યું કે, સતત વાંચન કરતા આપણે કેવું વાંચીએ છીએ એ મહત્વનું છે. એટલે કે હાર્ડ વર્કની સાથે સ્માર્ટ વર્ક પણ જરૂરી છે.માઇક્રો બાયોલોજીમાં ગોલ્ડ મેડલ મેળવનાર આદ્રોજા માનસીએ જણાવ્યું કે, કોઈપણ અચિવમેન્ટ માટે મેહનત તો કરવી જ પડે. આ સફળતામાં માતા-પિતા અને નવયુગ કોલેજનો સહકાર ખૂબ જ મળ્યો છે.