મોરબી : માળિયા તાલુકાના નાનાદહિંસરા ગામમાં આવેલા સંત ખીમસાહેબની જગ્યા ખાતે તા. 7 સપ્ટેમ્બરના કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. નાના દહીંસરાના જીનામ યુવા મિત્ર મંડળ દ્વારા તા. 7 સપ્ટેમ્બરના સવારે 8 કલાકે ગામમાં શોભાયાત્રાનું આયોજન કરાયું છે તેમજ સવારે 10 કલાકે ખીમસાહેબની જગ્યા ખાતે મટકી ફોડનો કાર્યક્રમ તેમજ મહાપ્રસાદ યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા જીનામ યુવા મીત્ર મંડળ અને નાના દહીંસરા ગામની જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.