મોરબી: રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણના વિરોધમાં બેંક યુનિયાનોએ આપેલા બે દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાલનો આજે બીજો દિવસ છે ત્યારે મોરબીમાં ત્રિકોણબાગ નજીક આવેલી એસબીઆઈની મુખ્ય બ્રાન્ચ બહાર બેંક કર્મચારીઓએ એકઠા થઇ ખાનગીકરણના વિરોધમાં સૂત્રચારો કર્યા હતા. આજે બેંક હડતાળના બીજા દિવસે બેંક કર્મચારીઓએ ત્રિકોણબાગ નજીક આવેલી એસબીઆઈની મુખ્ય કચેરી બહાર દેખાવો કર્યા હતા. બેંકોના ખાનગીકરણનો વિરોધ કરી રહેલા બેંકકર્મીઓએ ગ્રાહકોના હિત ખાતર હડતાળ કરી રહ્યા હોવાની વાતનો પુનરોચાર કર્યો હતો. બે દિવસીય હડતાળથી કરોડો રૂપિયાના વ્યવહારો ઠપ્પ થઈ ગયા છે. આવતીકાલે બુધવારે ઉઘડતી બેંકોમાં ભીડ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.