મોરબી : આગામી આવતીકાલે તા. 31/03/2026 ને મંગળવારના રોજ 'મહાવીર જયંતી' ના પવિત્ર તહેવાર નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા તમામ કતલખાનાઓ બંધ રાખવા આદેશ કરાયો છે.મોરબી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જારી કરાયેલા જાહેરનામા અનુસાર, 31 માર્ચે શહેરના તમામ વિસ્તારોમાં કતલખાના બંધ રહેશે. આ ઉપરાંત માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેચાણ કરવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મહાનગરપાલિકા તંત્ર દ્વારા તમામ સંબંધિત વેપારીઓને આ આદેશની ચુસ્ત અમલવારી કરવા સૂચના આપવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MahavirJayanti #PublicNotice #MorbiNagarpalika #MeatBan #GujaratNews