રાજ્યની નવી રચાયેલી મહાનગરપાલિકાઓને રૂ.૨૦૮ કરોડ સહિત અન્ય પાંચ મહાનગરપાલિકાઓને એક જ દિવસમાં કુલ ૭૧૦ કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણયમોરબી : સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યની નવી રચાયેલી મહાનગર પાલિકાઓને રૂ.૨૦૮ કરોડ સહિત અન્ય પાંચ મહાનગરપાલિકાઓ તેમજ બે નગરપાલિકાઓને એક જ દિવસમાં કુલ ૭૧૦ કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કરી શહેરી જનજીવન સુવિધા વૃદ્ધિ માટે નાણાં ફાળવણી કરતા મોરબીની લીલાપર કેનાલથી કંડલા બાયપાસ સુધીની ખુલ્લી કેનાલ ઉપર સ્લેબ ભરવામાં આવશે તેમજ અન્ય બ્યુટીફીકેશનના કામો થશે.મુખ્યમંત્રી દ્વારા મોરબી મહાનગરપાલિકામાં સિટી બ્યુટિફિકેશન અને સફાઈ કામગીરી અંતર્ગત ડિવાઇડર, લાઇબ્રેરીના પેઇન્ટિંગ કામ, સ્ટ્રીટ લાઈટ મેન્ટેનન્સ, જેસીબી તથા રોડરોલર ખરીદી, ગાર્ડન મેન્ટેનન્સ, ડ્રેનેજ મેન્ટેનન્સ, યાંત્રિક સાધનો દ્વારા સફાઈ, ગાર્બેજ સ્પોટ કલેક્શન, લાઈટ સુશોભન સહિતના વિવિધ કામો માટે રૂ.૧૨.૨૦ કરોડતેમજ મોરબી મહાનગરપાલિકા મચ્છુ-2 સિંચાઈ યોજનાની મુખ્ય નહેર લીલાપર ચોકડીથી રવાપર ચોકડી થઈને કંડલા બાયપાસ સુધીની ખુલ્લી નહેરને કોંક્રિટમાં કંડ્યુટ(બોક્ષ)માં ફેરવવા રૂ.55.80 કરોડની મંજૂરી આપવામાં આવી છે.એટલું જ નહિ, આ મહાનગરપાલિકામાં વહીવટી ક્ષમતાવર્ધન માટે કોમ્પ્યુટર અને સ્કેનર, પ્રોજેક્ટર સુવિધા સહિત મીટીંગ હોલ, જી-સ્વાન સેટઅપ, ઓફિસ બિલ્ડીંગ અને ફર્નિચર, સહિતના કામો માટે રૂ. ૧૨ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.એ જ રીતે મુખ્યમંત્રીએ આ ઉપરાંત, નવરચિત નડિયાદ મહાનગરપાલિકામાં વિવિધ સુવિધાઓ સભર સિટી બસ સ્ટેન્ડના નિર્માણ માટે રૂ.૧.૮૯ કરોડ તથા સિટી બ્યુટિફિકેશન રૂ. ૧૦ કરોડ અને વહીવટી ક્ષમતાવર્ધન માટે રૂ.૧૦ કરોડ મંજૂર કર્યા છે.મુખ્યમંત્રીએ નવરચિત વાપી, નવસારી અને ગાંધીધામ મહાનગર પાલિકામાં વહીવટી ક્ષમતાવર્ધન માટે કોમ્પ્યુટર અને સ્કેનર, પ્રોજેક્ટર સુવિધા સહિત મીટીંગ હોલ, જી-સ્વાન સેટઅપ, ઓફિસ બિલ્ડીંગ અને ફર્નિચર, સહિતના કામો માટે પ્રત્યેકને રૂ.૧૦-૧૦ કરોડ ફાળવ્યા છે. આ ઉપરાંત વાપી મહાનગરપાલિકામાં સિટી બ્યુટિફિકેશન અને સફાઈ કામગીરી માટે રૂ.૧૧.૫૦ કરોડ તથા નવસારીને રૂ.૧૦ કરોડ અને ગાંધીધામ મહાનગરપાલિકાને રૂ.૧૦ કરોડની મંજૂરી આપી છે.