ફ્રિ પાર્કિંગ અને આરામદાયક વેઇટિંગ રૂમની સુવિધા મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે સ્કાય મલ્ટીપ્લેક્ષ ફરી શરૂ થઈ ગયો છે. જેથી હવે પહેલાની જેમ જ મોરબીવાસીઓ મન ભરીને મુવીનો આનંદ માણી શકશે. હાલ અહીં દરરોજ કોરોના ગાઈડલાઈનના પાલન સાથે 9 શો ચલાવવામાં આવી રહ્યા છે. તો આજે જ મુવી જોવા પધારો. મોરબીના સ્કાય મોલમાં આવેલા જાણીતું સ્કાય મલ્ટીપ્લેક્ષ કોરોનાની બીજી લહેર બાદ મોરબીવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. અહીં રાબેતા મુજબ હવે શો ચાલુ થઈ ગયા છે. વધુમાં અહીં કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને અહીં સીટીંગ કેપેસિટીના 60 ટકા લોકોને જ એન્ટ્રી આપવામાં આવે છે. હાલ પ્રારંભિક તબક્કે દરરોજના 9 શો ચલાવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સ્કાય મલ્ટીપ્લેક્ષમાં ફ્રી પાર્કિંગ સુવિધા ઉપરાંત આરામદાયક વેઇટિંગ એરિયાની પણ સવલત છે. અહીં કુલ 3 સ્ક્રીન છે. જેમાંથી એક સ્ક્રીન એટમોસ અને 3ડી જેવી અત્યાધુનિક સુવિધા ધરાવે છે. તો આજે જ મુવીની મજા માણવા અચૂકપણે પધારો.