પોલીસ, 108, ફાયર,બૉમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડની કાર્યક્ષમતા ચકાસવા દોડાવાયા : તમામ ટીમો સમયસર પહોંચી ગઈ મોરબી : દિવાળી તહેવારની રોનક બજારમાં દેખાઈ છે અને ચોતરફ ભીડ ઉમટી રહી છે તેવા સમયે જ આજે મોરબીના સ્કાય મોલમાં બૉમ્બ મુકાયો હોવાનો કોલ પોલીસ કંટ્રોલરૂમમાં રણકતા પોલીસ, 108, ફાયર,બૉમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ સહિતનો કાફલો પળવારનો વિલંબ કર્યા વગર સ્કાય મોલ દોડી ગયો હતો.પરંતુ અંતે બૉમ્બ મુકાયાની વાત મોકડ્રિલ જાહેર થતા તમામ વિભાગોએ રાહતનો શ્વાસ લીધો હતો અને આ પરીક્ષામાં તમામ વિભાગો ઉતીર્ણ થયા હતા. મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલમાં આજે બપોરે એકાદ વાગ્યાના સુમારે બૉમ્બ મુકાયો હોવાનો જિલ્લા પોલીસ કંટ્રોલરૂમમાં કોલ આવતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ, એસઓજી, 108, ફાયર અને બૉમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડની ટીમ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર સ્કાય મોલ દોડી ગઈ હતી. જો કે, મોરબી ડીવાયએસપી રાધિકા ભરાઈએ બૉમ્બ મુકાયાની વાતને મોકડ્રિલ ગણાવતા તમામ વિભાગોએ રાહતનો શ્વાસ લીધો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..