મોરબી: ગુજરાત સરકાર દ્વારા આયોજિત રમતગમતના મહાકુંભ સમાન 'ખેલ મહાકુંભ'માં મોરબી જિલ્લાના ખેલાડીઓ સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે. તાજેતરમાં સુરત ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં હળવદની સાંદિપની ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓએ આર્ટિસ્ટિક સ્કેટિંગમાં શાનદાર પ્રદર્શન કરી સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે.સુરત ખાતે તાજેતરમાં ૧૫ અને ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન રાજ્ય કક્ષાની આર્ટિસ્ટિક સ્કેટિંગ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા સાંદિપની ઇંગ્લિશ સ્કૂલના ખેલાડીઓએ અદભુત કૌશલ્ય દાખવ્યું હતું.● અન્ડર-૧૪ ગર્લ્સ ટીમ ( સિલ્વર મેડલ) :આર્ટિસ્ટિક સ્કેટિંગની ગર્લ્સ ક્વાર્ટેટ ટીમ ગેમમાં સાંદિપની સ્કૂલની દીકરીઓએ તાલબદ્ધતા અને ઉત્કૃષ્ટ કૌશલ્ય સાથે રમતનું પ્રદર્શન કર્યું હતું. આ શ્રેષ્ઠ પ્રદર્શન બદલ તેમને રાજ્ય કક્ષાએ સિલ્વર મેડલ (રજત ચંદ્રક) એનાયત કરવામાં આવ્યો છે. વિજેતા ટીમમાં નીચે મુજબની ખેલાડીઓનો સમાવેશ થાય છે:૧. ભટ્ટ દેવાંશી૨. ગોસાઈ નિહારિકા૩. જાડેજા નમ્રતાબા૪. વિઠલાપરા નીરજા● અન્ડર-૧૪ બોયઝ ટીમ (બ્રોન્ઝ મેડલ) :તેવી જ રીતે, બોયઝ ક્વાર્ટેટ ટીમ ગેમમાં પણ વિદ્યાર્થીઓએ રમત પ્રત્યેની ચપળતા દાખવીને સમગ્ર રાજ્યમાં ત્રીજું સ્થાન મેળવી બ્રોન્ઝ મેડલ (કાંસ્ય ચંદ્રક) હાંસલ કર્યો છે. આ ટીમમાં નીચે મુજબના ખેલાડીઓ સામેલ હતા:૧. ચૌહાણ ધર્મરાજ૨. સરવૈયા સામજી૩. પરમાર રાહુલ૪. કારેણા શ્રેયાંશઆ તમામ ખેલાડીઓ જાણીતા કોચ જીતેન્દ્ર આચાર્યના માર્ગદર્શન હેઠળ સઘન તાલીમ મેળવી રહ્યા છે. કોચની મહેનત અને ખેલાડીઓના સમર્પણને કારણે આજે રાજ્ય કક્ષાએ આ મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. આ વિજેતા ખેલાડીઓને તેમના કોચ, વાલીઓ, સાંદિપની ઇંગ્લિશ સ્કૂલના ટ્રસ્ટી હિતેન ઠક્કર, મોરબી જિલ્લા રમતગમત અધિકારી તથા મોરબી જિલ્લા સિનિયર કોચ (SAG) રવિભાઈ ચૌહાણ અને રમતગમત પ્રેમીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. હળવદના આ વિદ્યાર્થીઓની સિદ્ધિથી મોરબીના સ્કેટિંગ જગતમાં આનંદની લહેર ફેલાઈ ગઈ છે.