બીજા કેસોમાં પણ સ્પે.પીપી હોય ઉપરાંત રાજકોટ જિલ્લાના મુખ્ય સરકારી વકીલ પણ હોવાથી કામના ભારણને લીધે નિર્ણય લીધો મોરબી : મોરબીમાં 135 લોકોના જીવ લેનારી ગોઝારી ઝૂલતા પુલ દુર્ઘટનાના કેસમાં સ્પે.પીપી પદેથી ખ્યાતનામ એડવોકેટ એસ.કે. વોરાએ રાજીનામુ આપી દિધુ છે. કામના ભારણના કારણે તેઓએ આ નિર્ણય લીધો હોવાનું જાહેર કર્યું છે. ગત 10 ઓક્ટોબર 2022ના રોજ મોરબી ઝૂલતા પુલ તૂટી પડવાની દુર્ઘટનાનાના કેસમાં સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામા આવી હતી. જે કેસમાં કામ વધારે હોવાનું કારણ આપી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એસ.કે. વોરાએ રાજીનામું આપી દેતા વધુ એક વખત આ કેસ ચર્ચાનું કારણ બન્યો છે. તેઓએ જણાવ્યું છે કે કામનો ભરાવો હોય, બીજા બે કેસોમાં પણ સ્પે.પીપી હોય અને રાજકોટ જિલ્લાના મુખ્ય સરકારી વકીલની પણ જવાબદારી હોવાથી તેઓએ રાજીનામું આપ્યું છે.