સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા જુગારની બે અલગ અલગ રેઇડમોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગઈકાલે જુગાર અંગેની બે અલગ અલગ કાર્યવાહીમાં શક્તિચોક અને મંગલભુવન ચોક નજીક જાહેરમાં નોટ નંબરનો જુગાર રમી રહેલા છ શખ્સોને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શક્તિચોક નજીક ઓટો રીક્ષામાં બેસી નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી વિજય હકાભાઈ બારૈયા, પ્રકાશ ભુજાભાઇ દેગામા અને આસિફ જુમાભાઇ સુમરાને 1450ની રોકડ સાથે નોટ નંબરીનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે બીજા દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે મંગલભુવન ચોક નજીક જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી લાલજી બાબુભાઇ સારદીયા, સલીમ હાજીભાઈ ખલીફા અને મોદીશા નૂરશા શેખને 1150 રૂપિયા રોકડા સાથે ઝડપી પાડી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.