મોરબી : મોરબી તાલુકાના રાપર ગામની સીમમાં કેનાલના કાંઠે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડી છ શખ્સોને જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા. મોરબી તાલુકાના રાપર ગામની રાપરીય સીમમાં, કેનાલ બાજુમાં, ખરાબામાં, જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા વિનોદભાઇ વાલજીભાઇ ચૌહાણ, વિરેન્દ્રભાઇ લાલજીભાઇ અમૃતીયા, પ્રેમજીભાઇ ગોકળભાઇ અમૃતીયા, દાનાભાઇ પ્રેમજીભાઇ પરમાર, અબ્દુલભાઇ મામદભાઇ પીલુડીયા અને નાગજીભાઇ ખીમાભાઇ પરમારને રોકડા રૂ.૧૫,૫૦૦ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી પીએઆઈ વી.જી.જેઠવા, એએસઆઇ નરવિરસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ. સુરેશભાઇ હુંબલ, જયસુખભાઇ વસીયાણી, હરેશભાઇ આગલ, પો.કોન્સ. ફતેસંગ પરમાર, જયદીપભાઇ પટેલ, દિવ્યરાજસિંહ જાડેજા, રવિરાજસિંહ ઝાલા, પંકજભા ગુઢડા અને જયેશભાઇ ચાવડા દ્વારા કરવામાં આવી હતી. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..