મોરબી : માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે પોલીસે શક્તિપ્લોટ વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા બચુભાઈ વેલજીભાઈ થરેસા, ભીમજીભાઈ અમરશીભાઈ અગેચણીયા, કરશનભાઈ હેમુભાઈ સુરાણી, દુર્ભજીભાઈ સનાભાઈ ઝીંઝુવાડીયા, દલસુખભાઈ નાથાભાઈ ધોરકડીયા અને વિનુભાઈ લખમણભાઈ ધોરકડીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 12,500 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.