પોલીસે રોકડા રૂપીયા 10500નો મુદામાલ કબજે કર્યો વાંકાનેર : વાંકાનેરના જાંબુડિયા પાટિયા નજીક સરકારી ખરાબામાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને વાંકાનેર સીટી પોલીસે ઝડપી લઈ રૂ.10500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વાંકાનેર સીટી પીઆઇ એચ.એન રાઠોડ, એ.એસ.આઈ. હીરાભાઈ, દીવ્યરાજસિંહ ઝાલા, ભરતભાઈ ખાંભરા, કૃષ્ણરાજસિહ ઝાલા તથા અજીતભાઈ સોલંકી સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે જાંબુડીયાના પાટીયા પાસે ખરાબામાં ખુલ્લામાં જાહેરમાં કુલ છ ઈસમો ગંજીપતાના પાના તથા પૈસા વડે તીન-પતીનો હારજીતનો જુગાર રમતા હોવાનું જણાતા રૂપિયા 10500ના મુદ્દમાલ સાથે તમામને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન જાહેરમાં જુગાર રમી રહેલા અનીલભાઈ સલીમભાઈ પંજવાણી, હુશેનશા ઈસ્માઈલશા સાહમદાર, રહે.મોરબી, વિપુલભાઈ રમેશભાઈ ચૌહાણ, રહે.વાંકાનેર, હીરેનભાઈ ભીખાભાઈ માણેક, રહે.વાંકાનેર, વિકીભાઈ રમેશભાઈ અઘારા, રહે. વાંકાનેર તથા સાગરભાઈ સામજીભાઈ સોલંકી, રહે.વાંકાનેર વાળાને ઝડપી લઈ જુગારધારાની કલમો મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.