ટંકારા : ટંકારાના કલ્યાણપર ગામે મેઈન બજારમાં ગતરાત્રે પોલીસે બાતમીના આધારે દોરડો પાડી સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા છ શખ્સોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ટંકારા પોલીસ મથકના પીએસઆઇ બી.ડી.પરમાર તથા સર્વેલન્સ સ્કવોર્ડને ગતરાત્રે પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે, ટંકારાના કલ્યાણપર ગામે મેઈન બજારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે કેટલાક શખ્સો જુગાર રમે છે. આ બાતમીના અંધારે ટંકારા પોલીસ સ્ટાફે કલ્યાણપર ગામે મેઈન બજારમાં ત્રાટક્યો હતો અનેકલ્યાણપર ગામે મેઈન બજારમા સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમા ખુલ્લી જગ્યામા જુગાર રમતા આરોપીઓ કીશોરભાઇ જેરાજભાઇ દેત્રોજા, ભરતભાઇ વાધજીભાઇ ઝાપડા, દીલાવરભાઇ મુસાભાઇ ભાણુ, કેતનભાઇ જેરાજભાઇ ઢેઢી, સલીમભાઇ દાઉદભાઇ ભાણુ, કાદરભાઇ હસનભાઇ મકવાણાનેરોકડા રૂ ૧૫૧૭૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.