રોકડ રૂ. 18,400 સહિતનો મુદામાલ જપ્ત કર્યો મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તાર આવેલ સીરામિક સિટીમાં જાહેરમાં કેટલાક શખ્સ જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા સંજય ઉર્ફે ચનો સવજીભાઇ કુવરિયા, દિનેશ ભરતભાઈ મઢવી, પ્રકાશ મનુભાઇ વરાણીયા, પ્રદીપભાઈ નારણભાઈ સિહોરા, જયંતિ પ્રભુભાઈ સનુરા, પ્રવીણભાઈ ચંદુલાલ બસુકીયા સહિતનાને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 18,400 રોકડ જપ્ત કર્યા હતા. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.