મોરબી : મોરબી તાલુકા પોલીસે મોરબી તાલુકાના નાની વાવડી ગામે, ગુરૂકૃપા સોસાયટીના રહેણાંક મકાનમાં જુગાર રમતા છ ઇસમોને પકડી પાડી તેમની અટકાયત કરી હતી. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સ્ટાફને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે જુગાર અંગે રેઇડ કરતા મોરબી તાલુકાના નાની વાવડી ગામે, ગુરૂકૃપા સોસાયટીમાં આરોપી રણછોડભાઇ ગંગારામભાઇ પનારાના રહેણાંક મકાનમાં જુગાર રમતા ઇસમો પર રેઇડ કરતા છ ઇસમોને કુલ રૂ. 48,010 જેટલી રોકડ રકમ સાથે પકડી પાડી જુગારધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. પોલીસે રેઇડ દરમિયાન રણછોડભાઇ ગંગારામભાઇ પનારા, નિલેશભાઇ ભુપતભાઇ ગૌસ્વામી, પરબતભાઇ ધનજીભાઇ પડસુંબીયા, જીગ્નેશભાઇ પોપટભાઇ સતાપરા, શાંતિલાલ ઉર્ફે ભીખાલાલ હરજીભાઇ ગોધાણી અને શાંતિલાલ હરજીવનભાઇ હાજીપરાને જુગાર રમતા ઝડપી પાડી અટક કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..