હળવદ : હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે આવેલ તળાવની પાર ઉપર જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને હળવદ પોલીસે રૂપિયા 15900 ની રોકડ સાથે ઝડપી લઇ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.બનાવાની હળવદ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામના પાદરમાં આવેલ તળાવની પાર ઉપર જુગાર રમાતો હોવાની બાતમીના આધારે હળવદ પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં પોલીસે ધર્મેન્દ્રભાઈ મોહનભાઈ, જગદીશભાઈ માવજીભાઈ, લાલજીભાઈ પ્રેમજીભાઈ, પરસોત્તમભાઈ મગનભાઈ, કાંતિલાલ કેશવજીભાઈ, વિનોદભાઈ કરસનભાઈ રહે.બધા ઈશ્વરનગર તા.હળવદ,જી.મોરબીને રૂપિયા 15,900 ની રોકડ સાથે ઝડપી પાડી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ કામગીરીમાં હળવદ પીઆઇ આર.ટી વ્યાસ, એએસઆઈ અજીતસિંહ સિસોદિયા, દેવેન્દ્રસિંહ ઝાલા, વિપુલભાઈ નાયક, ગંભીરસિંહ ચૌહાણ, હરવિજયસિંહ ઝાલા, કમલેશભાઈ પરમાર સહિતનાઓ રોકાયેલ હતા.