તંત્ર દ્વારા પાણીની સ્થિતિને પહોંચી વળવા સુચારુ આયોજન : ચાર ડેમોની સાથે નર્મદામીથી ઉપડાતું પાણી :21 ટેન્કરો દોડવાયા : જુલાઈ સુધીમાં પાણીની સમસ્યા ઉદ્દભવશે નહિ મોરબી : મોરબી જિલ્લામાં ગતવર્ષે ચોમાસુ નબળું રહેતા આ વખતે ઉનાળામાં ગંભીર જળ કટોકટી સર્જાય એવી શક્યતા ટોળતી હતી કારણકે મોરબી જિલ્લાના 10 માંથી 6 જળભંડારો તળિયા ઝાટક છે.જે ચાર ડેમો છે તેમાં પણ અપૂરતો જળસંગ્રહ છે.તેની સામે તંત્રે પાણીની સમસ્યાઓને પહોંચી વળવા સુચારુ વ્યવસ્થા ગોઠવી છે.ચાર ડેમોની સાથે વધુ માત્રામાં નર્મદાના પાણીનો ઉપાડ કરીને લોકોની પાણીની જરૂરિયાત પૂરી પાડવામાં આવે છે.તંત્રએ સ્પષ્ટપણે કહ્યું છે કે જુલાઈ માસ સુધી સમગ્ર જિલ્લામાં પાણીની સમસ્યા ઉદ્દભવશે નહિ. મોરબી જિલ્લામાં ગતવર્ષે વરસાદ નહિવત પડતા જળ કટોકટીના એંધાણ વર્તાતા હતા.પરંતુ હાલ ઉનાળામાં પાણીની ગંભીર સમસ્યાઓ ઉદભવી નથી.હાલની જિલ્લામાં પાણીની સ્થિતિ જોઈએ તો મોરબી જિલ્લામાં દશ ડેમો આવેલા છે તેમાંથી છ ડેમો ખાલીખમ છે.અને ચાર ડેમો ભરેલા છે તે પણ અપૂરતા છે.જિલ્લાની અંદાજે 10 લાખની વસ્તી માટે દૈનિક 170 એમ.એલ.ડી.પાણીની જરૂરિયાત છે.જેમાંથી 70 એમ.એલ.ડી જેટલું પાણી નર્મદામાંથી અને 90થી 100 એમ.એલ.ડી.જેટલું પાણી ડેમમાંથી ઉપાડીને લોકોની પાણીની જરૂરિયાત પૂરી પાડવામાં આવે છે. તંત્ર દ્વારા અગાઉ 54 જેટલા બોર બનાવવાની યોજના હેઠળ અત્યાર સુધીમાં 32 બોર બનાવીને કાર્યરત કરવામાં આવ્યાં છે.એટલે હાલ પાણીની ચિતા નથી. મોરબી જિલ્લાના ચાર ડેમોમાં પાણીના સંગ્રહની હાલની સ્થિતિ જોઈએ તો મચ્છુ ડેમ 1 માં 380 એમસીએફટી પાણી, મચ્છુ 2માં 850 એમસીએફટી પાણી, બ્રાહ્મણી 1 ડેમમાં 150 એમસીએફટી પાણી અને બ્રાહ્મણી 2 ડેમમાં 137 એમસીએફટી પાણીનો સંગ્રહ છે.સમગ્ર જિલ્લામાં પાણીની સ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા દરરોજ 21 ટેન્કરો દોડવામાં આવે છે.જેમાં મોરબી જિલ્લાના નવા અને જૂના કલાવડી,ગજડી, જોગડપરા, શક્તિગઢ,ધૂળકોટ, ટોળ, અમરાપર, પ્રતાપગઢ, કોયલી,વવાણીયા વર્ષામેડી, મહેન્દ્રપુર વગેરે પાણીની જરૂરિયાત વાળા વિસ્તરોને દૈનિક ટેન્કરો દ્રારા પાણી પહોંચાડવામાં આવે છે. પાણીની હાલની સ્થિતિ અંગે પાણી પુરવઠાના અધિકારી પી.કે.જૈને જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં લોકી પાણી જરૂરિયાત કરતા વધુ ઉપયોગ કરે છે.સરેરાશ વ્યક્તિ દીઠ 100 લિટરની આસપાસ પાણીની જરૂરિયાત રહેતી હોય છે પરંતુ એના કરતાં 50 ટકા જેટલી પાણીનો બગાડ થાય છે.જો લોકો પાણીનો કરકસર કરી જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરે તો પાણીની કોઈ સમસ્યા ઉભવશે નહિ.મોરબીમાં કુલ 100 એમ.એલ.ડી.પાણીની જરૂરિયાત છે.એની જગ્યાએ 150 એમ.એલ.ડી.પાણીનો વપરાશ થાય છે.એટલે ઘણો પાણી બગાડ થાય છે.જેને કારણે પાણી વિતરણ વ્યવસ્થા પર અસર પડે છે.આથી લોકો જરૂરિયાત પૂરતું જ પાણી વાપરે એવી અપીલ કરી છે.મોરબીમા મધર ડેમ હોવાને કારણે જુલાઈ સુધીમાં પાણીની જરાય અછત ઉભી નહિ થાય તેવું તેમણે જણાવ્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news