મોરબી : મોરબીમાં પોલીસ દ્વારા જુગાર રમતા ત્રણ મહિલાઓ સહીત છ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓ પાસેથી રૂ. 26,500 જપ્ત કરવામાં આવ્યા હતા. ગઈકાલે તા. 13ના રોજ મોરબીમાં ત્રાજપર ખાતે ચોરાવાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા મહાદેવભાઇ રતાભાઇ બારૈયા, સુનિલભાઇ દેલીપભાઇ ભીમદુકીયા, નરેશભાઇ નવઘણભાઇ કુંવરીયા, કુંવરબેન ઘેલાભાઇ ચારોલા, હંસાબેન કેશાભાઇ વરણીયા અને મંજુબેન નવઘણભાઇ કુંવરીયાની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 26,500 કબ્જે કર્યા છે. તથા આરોપીઓ સામે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.