મોરબી : મોરબી તાલુકાના બેલા ગામમાં પોલીસે દરોડો પાડી ફેક્ટરીની ઓફિસમાં કારખાનેદાર સહીત છ શખ્સોને જુગાર રમતા પકડી પાડ્યા છે. મોરબી નજીક બેલા ગામમાં લોર્ડ્સ હોટલની સામે અશ્વિનભાઇ કાવરના ક્રિષ્ના પ્રીન્ટ પેક કારખાનાની ઓફિસમા ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીન પતિનો રોન પોલીસનો જુગાર રમાતા અશ્વિનભાઇ ગોરધનભાઇ કાવર, હરેશભાઇ મગનભાઇ વડસોલા, સંજયભાઇ દેવજીભાઇ લોરીયા, રોહિતભાઇ જયંતિભાઇ કુનપરા, પાર્થભાઇ રમેશભાઇ પટેલ, સુરેશભાઇ મગનભાઇ જેઠલોજાની અટકાયત કરવામાં આવી છે. પોલીસે રેઇડ દરમ્યાન રોકડ રૂ. 51,100ના જપ્ત કર્યા છે. તેમજ તમામ આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઈક.. મોરબીની કંપની ઓરેવા બનાવી રહી છે છેલ્લા 15 વર્ષથી ઇ-બાઇક.. કઈ રીતે બને છે ઇ-બાઇક? અને ઇ-બાઇક વિશેની વિશેષ માહિતી.. તમામ વિગતો માટે Morbi Updateની યૂટ્યૂબ ચેનલમાં અપલોડ કરેલ વિડિઓ જુઓ.. #MorbiUpdate https://youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw