હળવદ : પૂર્વ બાતમીને આધારે હળવદ પોલીસે તાલુકાના રણમલપુર ગામે રેડ કરતા છ જુગારીઓ જુગાર રમતા રંગે હાથે ઝડપાયા હતા. જયારે એક જુગારી નાસી છુટતા એની ઓળખ મેળવી પોલીસે નાસી છૂટેલા જુગારીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર હળવદ પોલીસને હળવદ તાલુકાના રણમલપુર ગામે જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસ ટીમ બાતમી વાળા સ્થળે ત્રાટકી હતી. પોલીસને આવેલી જોઈ જુગારીઓમાં ભાગાભાગી થઇ ગઇ હતી. આ તકનો લાભ લઈ એક શખ્સ નાસી છૂટ્યો હતો જ્યારે છ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં ભરત મગનભાઈ ગોપાણી ઉં.વ. 49, સુરેશ જગદીશભાઈ ખારેજીયા ઉં. વ.36, અશોક નાગજીભાઈ વઢારીયા ઉં વ.34, અજીત સોમાભાઈ ગોહેલ ઉં. વ.33, રમેશ રૂપાભાઈ અંગોળા ઉં. વ.45, નિઝામ વલીમામદ ઉં. વ.25 રહે. બધા રણમલપરની પોલીસે જુગારના પટમાંથી 85000 રૂપિયાની રોકડ રકમ ઉપરાંત એક વાહન તેમજ મોબાઈલો મળીને કુલ રૂપિયા 3.85 લાખનો મુદ્દામાલ ઝપ્ત કર્યો છે. જ્યારે નાસી છૂટેલા ઇસમને ઓળખી લેવાયો છે જે ગિરીશ જગદીશ પટેલ હોવાનું સામે આવ્યું છે. જેને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે.