મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે લાભનગર મફતિયા પરામાં જુગારના અલગ અલગ બે દરોડા પાડી જાહેરમાં જુગાર રમી રહેલા છ આરોપીઓને જુગાર રમતા ઝડપી લીધા હતા. જુગારના પ્રથમ દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે લાભનગરના જાપા નજીક ખોડીયાર મંદિર સામે જાહેરમાં પાનાં ટીચતાં આરોપી દિનેશભાઇ અમરશીભાઇ સાલાણી, નરેશભાઇ મગનભાઇ સાલાણી અને ભરતભાઇ શામજીભાઇ થરેસા નામના જુગારીઓને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1460 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. જયારે બીજા દરોડામાં પોલીસે લાભનગર પાછળના ભાગે મફતીયાપરા વિસ્તારમાં આરોપી રવજીભાઇ જેરામભાઇ સાલાણી, રામજીભાઇ જેરામભાઇ સાલાણી અને દિનેશભાઇ બીજલભાઇ ગજીયા નામના શખ્સોને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 3130 કબ્જે કરી જુગારધારા અન્વયે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.