વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન મીલપ્લોટ ફાટક પાસે આવેલ આરોપી રમેશચંદ્રના રહેણાંક મકાનમાં કુલ છ શખ્સો જાહેરમા ગંજીપતાના પાના-પૈસા વતી તીનપતીનો હારજીતનો જુગાર રમતા પકડાયા હતા. આરોપીઓ રમેશચંદ્ર મગનલાલ શેજપાલ (ઉ.વ. 75, ધંધો નીવૃત, રહે મીલપ્લોટ ફાટક પાસે), પ્રદીપભાઇ રમેશચંદ્ર શેજપાલ (ઉ.વ. 45, ધંધો મજુરી, રહે મીલપ્લોટ ફાટક પાસે), નાનજીભાઇ પ્રાગજીભાઇ પંડીત (ઉ.વ. 50, ધંધો મજુરી, રહે નવાપરા શેરી નં. 2), મુકેશભાઇ ઉર્ફે નીકો રમેશભાઇ ડાભી (ઉ.વ. 39, ધંધો મજુરી, રહે નવાપરા વાસુકી મંદીર શેરી), સુનીલભાઇ શંકરભાઇ સારલા (ઉ.વ. 20, ધંધો મજુરી, રહે નવાપરા શેરી નં. 4) તથા ગોપાલભાઇ રામસીંગભાઇ જીંજવાડીયા (ઉ.વ. 40, ધંધો વેપાર, રહે હસનપર) પાસેથી રોકડ રકમ રૂ. 22,100, મોબાઇલ અલગ અલગ કંપનીના નંગ-4, કિં.રૂ 3500 તથા ફોરવ્હીલ ગાડી નંગ 1, કી.રૂ. 50,000 એમ મળી કુલ રૂ. 75,600 ના મુદામાલ સાથે મળી આવતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજિસ્ટર કરાવેલ છે.