છ દિવસથી પાણી વિના ટળવળતા ગામલોકો : તાકીદે પાણી પ્રશ્ન હલ કરવાની માંગ કરાઈ મોરબી : મોરબીના જસમતગઢ ગામે છેલ્લા છ દિવસથી પાણીના ધાંધીયા સર્જાયા છે.પાણી વીના ગામલોકો ટળવળી રહ્યા છે.જોકે આ વર્ષે મેઘરાજાએ અતિવૃષ્ટિ કરી છે.એથી તમામ જળાશયો છલોછલ ભરાયેલા છે.છતાં ગામલોકોને હાલાકી ભોગવવી પડે છે.તેથી જવાબદાર તંત્ર આ ગામનો પાણી પ્રશ્નનો હલ કરે તેવી ગ્રામજનોએ માંગ કરી છે. મોરબીના જસમત ગઢ ગામે છેલ્લા છ દિવસથી પાણીની મોકણ સર્જાઈ છે.પાણી આવતું ન હોવાથી ગામલોકોને ભારે મુસીબતનો સામનો કરવો પડે છે.આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, તેમના જસમતગઢ ગામમા છેલ્લા છ દિવસથી પાણી આવતું નથી.પાણી ન આવવાનું કારણ એ છે કે, પાઇપ લાઈન ચાલે તેમ નથી .અમે અત્યારે હાલમા સરપંચ તેમજ ગામ લોકો મળીને પાઇપલાઇન રીપેર કરવા ગયા હતા. પણ પાઈપ લાઇન ખુલ્લી હોવાથી રીપેરીંગ થાય તેવી સંભાવના નથી. છ દિવસથી ગામમાં પાણી આવતું ન હોવાથી ગામલોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.ગામલોકોને પાણી વિના જ્યાં ત્યાં રઝળપાટ કરવો પડે છે.આથી ગામની પાણીની આ વિકટ સમસ્યાઓનો ઉકેલ લાવવા તંત્ર સમક્ષ માંગ કરી છે.