મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર દરવાજા વિસ્તારમાં શેરીમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સબીરહુશેન ઉર્ફે સબલો કાસમભાઇ કુરેશી રહે. સીપાઇ વાસ, મહેબુબભાઇ હુસેનભાઇ શેખ રહે.કાલીકા પ્લોટ, અલ્તાફભાઇ સીકંદરભાઇ સમા રહે. જમાદાર શેરી ગ્રીન ચોક, મોરબી, તૈયબભાઇ ઇસ્માઇલભાઇ ખુરેશી રહે. કબીર ટેકરી, અબ્દુલભાઇ કાદરભાઇ સમા રહે.જમાદાર શેરી ગ્રીન ચોક અને આરીફખા કાસમખા ખોરમ રહે. ન્યુ જનકનગર ગીતા મીલ સામે પંચાસર રોડ મોરબી વાળાને રોકડા રૂપિયા 16 હજાર સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.