હળવદ : હળવદ પંથકમાં શ્રાવણ માસ પહેલા જ અધિક શ્રાવણમાં પણ જુગાર રમવાના શોખીનોએ તીનપત્તિના રવાડે ચડી જતા પોલીસે પણ કડક કાર્યવાહી કરી છે. જેમાં હળવદ પોલીસે બાતમીના આધારે ગતરાત્રે હળવદના ટિકર ગામે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા છને ઝડપી લીધા હતા. હળવદ પોલીસને સંયુક્તમાં મળેલ ખાનગી બાતમી હકીકત આધારે હળવદ તાલુકાના ટીકર ગામે રજપુત શેરીમાં રણજીતભાઇ દીપજી રજપુતના મકાનની પાસે શેરીમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા ઇસમો પર રેઇડ કરીને પોલીડે જુગાર રમતા જગદીશભાઈ લખીરામભાઈ રામાનુજ, હસમુખભાઈ છગનભાઈ હડીયલ, રમેશભાઇ જીવણભાઇ ત્રેવડીયા, મોડજીભાઈ ગાંડુભાઇ પરમાર, મનજીભાઈ ગોડભાઇ પરમાર, અશોકભાઈ સજુભાઇ મકવાણાને કુલ કિં.રૂ.૨૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.