મોરબી : મોરબીમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 2460 જપ્ત કર્યા છે. ગઈકાલે તા. 19ના રોજ મોરબી શહેરમાં શોભેશ્વર રોડ પર પાણીની ટાંકી પાસે જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા ગોવીંદભાઇ રઘુભાઇ વઢીયારા, જયંતીભાઇ રઘુભાઇ વઢીયારા, મુનાભાઇ નાનુભાઇ વઢીયારા, સંજયભાઇ ઇશ્વરભાઇ વઢીયારા, રામુભાઇ મનજીભાઇ ડાભી અને લાલાભાઇ વેરસીભાઇ વઢીયારાને પકડી પાડ્યા છે. અને આરોપીઓ પાસેથી રોકડ રૂ. 2460 કબ્જે કરી છે. પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી તેઓની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.