મોરબી : મોરબી તાલુકાના જીવાપર ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં જુગાર રમતા છ ઇસમોને મોરબી તાલુકા પોલીસે રોકડ રકમ સાથે પકડી પાડ્યા છે. આ સાથે પોલીસે રૂ. ૧.૦૩ લાખની રોકડ કબ્જે કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના જીવાપર ગામે ખેતરમાં જુગાર રમતા નરશીભાઇ ચકુભાઇ પટેલ ઉ.વ ૬૦, રહે, જીવાપર, અરવિંદભાઇ બેચરભાઇ પટેલ ઉ.વ.૪૭, રહે. જીવાપર, વસંતભાઇ હરજીવનભાઇ પટેલ ઉ.વ.૪૩, રહે. જશમતગઢ, રાજેશભાઇ ભવાનભાઇ પટેલ ઉ.વ.૪૮, રહે. જશમતગઢ, કલ્પેશભાઇ ગોવિંદભાઇ પટેલ, રહે. જશમતગઢ, રમેશભાઇ બાલુભાઇ પટેલ ઉ.વ.૪૮,રહે. જશમતગઢને રોકડ રૂ.૧,૦૩,૦૫૦/- સાથે પકડી પાડેલ છે. આ કામગીરીમાં પીઆઇ કે.એ.વાળા, એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા, ફીરોજભાઇ, પોલીસ હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા, અજીતસિંહ પરમાર, રઘુવિરસિંહ પરમાર, પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર, રમેશભાઇ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, ભગીરથભાઇ લોખીલ, કુલદિપભાઇ કાનગડ, જયદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા, કેતનભાઇ અજાણા, હરપાલસિંહ ઝાલા, દેવશીભાઇ મોરી જોડાયા હતા.