કુટુંબ, રાજય, રાષ્ટ્રના ઘડતરમાં શિક્ષકનો ફાળો અમૂલ્ય છે : બી. એચ. ધોડાસરા મોરબી : શિક્ષણ વિભાગ ગાંધીનગર અને મોરબી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા મોરબી જિલ્લાના તાલુકા અને જિલ્લા કક્ષાના પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાંથી છ(૬) શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી થતા આ શિક્ષકોનો સન્માનનો કાર્યક્રમ શિક્ષકદિને ધી વી.સી.ટેકનિકલ હાઇસ્કૂલ ખાતે યોજાયો હતો. શિક્ષકોને સન્માનિત સમારોહના અધ્યક્ષ ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના અધ્યક્ષશ્રી બી.એચ.ધોડાસરાએ જણાવ્યુ હતું કે, કુટુંબ, રાજય, રાષ્ટ્રના ઘડતરમાં શિક્ષકનો ફાળો અમૂલ્ય છે શિક્ષકના માધ્યમથી વિદ્યાર્થીઓને જ્ઞાન મળે છે. શિક્ષક જ્ઞાનનો આવિસ્કાર કરે છે. શિક્ષા અને આરોગ્ય સાથે જોડાયેલા વ્યક્તિઓ સેવાનું કાર્ય કરે છે. આવા ઉમદા કાર્યમાં જોડાયેલા રહે અને આવા ઉમદા કર્યો કરતા રહે તેવી શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી. અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા રાજકોટ સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા જણાવ્યું હતુ કે, શાળાના બાળકો તેજસ્વી બને તેવો શિક્ષકો પ્રયાસ કરતા હોય છે. શિક્ષકો પુસ્તકો સિવાયનું શિક્ષણ પણ આપે છે. આજે જે કોઇ પણ શિક્ષકોનું સન્માન થયેલ છે તેઓને અભિનંદન પણ પાઠવ્યા હતા.શિક્ષકોના સન્માનિત આ કાર્યક્રમમાં જિલ્લાકક્ષાએ ટંકારા તાલુકાના હડમતિયાળી પ્રાથમિક શાળાના શિક્ષક ગીતાબેન સાંચલા, મોરબી તાલુકાના રાજપર શાળાનાં દિનેશભાઇ ભેસદડિયા તથા ટંકારા તાલુકાના સુષ્માબેન પડાયા, નેમિષભાઇ પાલરીયા અને મોરબી તાલુકાનાં ગૌતમભાઇ ગોધવિયા અને હળવદ તાલુકાનાં વિમલકુમાર પટેલની તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતા તેઓ સર્વેશ્રીઓને ચેક અર્પણ કરી શાલ અને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, મોરબી જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી તથા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી, શિક્ષણ સંઘના વિવિધ હોદેદારો તથા શિક્ષકો સિમિત સખ્યામાં હાજર રહયા હતા.