વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના કુંભારપરા વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી મુકેશભાઇ ભોગીલાલ શાહ, વિનોદગીરી જમનાગીરી ગૌસ્વામી, રૈયાભાઇ મનજીભાઇ ડાભી, અતાહુશેન હાતીમભાઇ ત્રિવેદી, સતારભાઇ અબ્દુલભાઇ ભાડુલા અને કેશુભાઇ પોપટભાઇ માલકીયાને રોકડા રૂપિયા 7370 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.