હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કડીયાણા ગામે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલ આરોપી (૧) ખોડાભાઈ ઠાકરશીભાઈ દેત્રોજા (૨) હરેશભાઇ મેલજીભાઈ ડઢૈયા (૩) પ્રવિણભાઇ ધનજીભાઈ ડઢૈયા (૪) વિજયભાઈ ધીરજભાઈ સારોલા (૫) રાયમલભાઇ સેલાભાઈ ઠુંગા (૬) મુકેશભાઈ ધનાભાઇ રાતડીયા રહે.તમામ જુના કડીયાણા ગામ વાળાઓને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા ૮૮૦૦ સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.