માળીયા મિયાણા પોલીસ ટીમ તેમજ એલસીબી ટીમે આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા, હત્યામાં ઉપયોગમાં લીધેલી ઇકો કાર કબ્જે લેવાઈમોરબી : માળીયા મિયાણા તાલુકાની હદમાં અમદાવાદ - માળીયા હાઇવે પર અણીયારી ટોલનાકા નજીક ધૈર્ય હોટલ ખાતે વ્યાજખોરના ઈશારે મોરબીના યુવકની હત્યા કરનાર પાંચ આરોપીઓ તેમજ નામચીન વ્યાજખોરને માળીયા મિયાણા પોલીસ તેમજ એલસીબી ટીમે ગણતરીની કલાકોમાં દબોચી લઈ ગુન્હામાં ઉપયોગમાં લીધેલ ઇકો કાર પણ કબ્જે કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ માળીયા અમદાવાદ હાઇવે પર ગઈકાલે મોડી રાત્રે મોરબી મહેન્દ્રનગરમાં રહેતા અનિલ હરિભાઈ કંડીયા નામના ગૌસેવક યુવકની આરોપી શિવમ રબારીના કહેવાથી છરીના ઘા ઝીકી પાંચ શખ્સોએ હત્યા કરી નાખી વિવેક પટેલ નામના યુવકને પણ જીવલેણ ઇજાઓ પહોચાડતા બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ઇજાગ્રસ્ત વિવેક પટેલની ફરિયાદના આધારે હત્યા અને હત્યાની કોશિશ અંગે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે જ પાટીદાર યુવકની હત્યા મામલે પાટીદાર યુવા સેવા સંઘના પ્રમુખ મનોજ પનારાએ પોલીસની ઢીલી નીતિ વિશે આરોપો લગાવ્યા હતા. દરમિયાન આ ચકચારી હત્યાના બનાવમાં માળીયા મિયાણા પોલીસ અને એલસીબી ટીમે સંયુક્ત કામગીરી કરી હત્યાના બનાવના મુખ્ય સૂત્રધાર એવા નામચીન આરોપી (1) મોહન ઉર્ફે શીવમભાઇ ભગવાનજીભાઇ ભુંભરીયા રહે.મોરબી (2) રમેશભાઇ ઉર્ફે રામો અરજણભાઇ રબારી મુળ.કેશોદ હાલ રહે. મોરબી (3) પૃથ્વીરાજસિહ ભગીરથસિહ ઝાલા રહે. મોરબી (4) ગુલામહુસૈન મહેબુબભાઇ પઠાણ રહે. મોરબી (5) કિશનભાઇ અમરશીભાઇ ચૌહાણ રહે. મોરબી અને આરોપી (6) હીરાભાઇ રવજીભાઇ ઉલવા રહે.મોરબી વાળાની તાત્કાલિક અસરથી ધરપકડ કરી ગુન્હામાં ઉપયોગમાં લીધેલ ઇકો કાર નંબર જીજે - 36 - બી - 3749 કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.