મોરબી : મોરબી શહેરના જુના રવાપર ગામે રામજી મંદિર પાસે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા આરોપી (1) જીતેન્દ્રભાઇ ડાયાભાઇ ચાડમીયા, રહે.રવાપર રામજી મંદીરની બાજુમાં, મોરબી (2) લખમણભાઇ વાલજીભાઇ માકાસણા, રહે. રવાપર ધુનડા રોડ ચિત્રકુટ સોસાયટી,મોરબી (3) તનસુખભાઇ જેમલભાઇ વાછાણી, રહે. રવાપર ગોલ્ડન માર્કેટ પાછળ શીવ એપાર્ટમેન્ટ, મોરબી (4) ભરતભાઇ અખાભાઇ સુથાર, રહે.મોરબી રવાપર ધુનડા રોડ શ્રી કૃપા સોસાયટી હનુમાનજી મંદીર સામે, મોરબી (5) રાકેશભાઇ જીવરાજભાઇ લો રહે.રવાપર ધુનડા રોડ ગોલ્ડન માર્કેટ પાછળ, મોરબી અને આરોપી (6) સંજયભાઇ ચતુરભાઇ કાસુન્દ્રા, રહે. રવાપર ધુનડા રોડ ચિત્રકુટ સોસાયટી,મોરબી વાળાઓ તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા.પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 22,500 રોકડા કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.