વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના નવાપરામાં આવેલ ખડીપરા શેરીમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાનું બાતમીને આધારે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (1) લાલજીભાઇ શિવાભાઇ કાંજીયા રહે-ખડીપરા, નવાપરા, વાંકાનેર (2) હુસેનભાઇ યુસુફભાઇ અફરીદી,રહે-ખડીપરા,નવાપરા, વાંકાનેર (3) સુરેશભાઇ ભરતભાઇ ધોરીયા રહે.સો વારીયા, પંચાસર રોડ, વાકાનેર (4) રાજુભાઇ રમેશભાઇ ધોરીયા રહે.નવાપરા, વાકાનેર (5) અનિલભાઇ રમેશભાઇ ધોરીયા રહે.નવાપરા, વાકાનેર અને આરોપી (6) મહેશભાઇ મનસુખભાઇ અઘોલા રહે.નવાપરા, વાકાનેરવાળાઓ રોકડા રૂ.17,350 સાથે તીનપતિ રમતા રંગેહાથ ઝડપાઇ જતા પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.