મોરબીઃ શિવાનંદ આશ્રમ દ્વારા મોરબી જિલ્લાની કુલ 600 જેટલી પ્રાથમિક શાળાઓમાં તંદુરસ્તી તમારા હાથમાં પુસ્તક અર્પણ કરવામાં આવ્યું છે. શિવાનંદ આશ્રમ પ્રેરિત દિવ્ય જીવન સંઘ દ્વારા લોકો આરોગ્યપ્રદ જીવન જીવે, નાની મોટી તકલીફોના આયુર્વેદિક ઉપચારો કરીને સાજા થાય, આ આયુર્વેદિક દ્રવ્યો દરેકના રસોડામાંથી જ મળી રહે છે એનો ઉપયોગ કેવી રીતે કરવો એની સરળ સમજૂતી સાથેનું પુસ્તક તંદુરસ્તી તમારા હાથમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં 250 જેટલા રોગોના ઉપચારો માટેની માહિતી આપવામાં આવી છે. તંદુરસ્તી તમારા હાથમાં Health is in Your Hand 600 પુસ્તકો મોરબી જિલ્લાની તમામ સરકારી શાળાઓ અને તમામ સીઆરસી અને બીઆરસીમાં તમામ કો.ઓર્ડીનેટર મારફત અર્પણ કરવામાં આવ્યા છે. જે બદલ શિક્ષક પરિવાર વતી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પુસ્તકના સંકલન કર્તા ડો.રજનીભાઈ ખીમજીભાઈ કાલરીયા દિવ્યજીવન સંઘ-મોરબી શિવાનંદ આશ્રમ-ઋષિકેશનો આભાર પ્રકટ કરવામાં આવ્યો છે.