મોરબી : માતાના મઢ જતા પદયાત્રીકો માટે આગામી તારીખ 11 સપ્ટેમ્બર થી 21 સપ્ટેમ્બર સુધી મોરબી નેશનલ હાઈવે પર હરીપર-કેરાળા બસ સ્ટેન્ડ પાસે સીતારામ સેવા કેમ્પ ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 2004 થી દર વર્ષે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આ વખતે 22માં વર્ષે સીતારામ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.વોટરપ્રૂફ ટેન્ટથી સજ્જ આ કેમ્પમાં દરરોજ પદયાત્રીકોને બપોરે તેમજ સાંજે દેશી કાઠીયાવાડી ઘર જેવું ગરમાગરમ ભોજન જમાડવામાં આવશે. સવારે અને રાત્રે નાસ્તાની વ્યવસ્થા, 200 લોકો આરામ કરી શકે તેવી વ્યવસ્થા, મેડિકલ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગની સુવિધા આ સેવા કેમ્પમાં પૂરી પાડવામાં આવશે. વધુ માહિતી માટે મો. નં. 9727066636 અથવા 9510422222 પર સંપર્ક કરવા જણાવ્યું છે.