મોરબી : ઈન્ડિયન લાયોનેસ મોરબીની બહેનો દ્વારા વૃદ્ધાશ્રમમાં રક્ષાબંધન પર્વ ઉજવવામાં આવ્યો હતો.તેમજ વૃદ્ધોને જમાડવામાં આવ્યા હતા. રક્ષાબંધન નિમિત્તે ઈન્ડિયન લાયોનેસ મોરબીની બહેનોએ કે જેઓને ભાઈ-બહેનની કોઈ પણ જાતની જાણ નથી તેમજ વૃધ્ધાશ્રમમાં પોતાના દિવસો વિતાવે છે તેવા વૃધ્ધોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. વૃધ્ધોના હષૉશ્રુ જોઈ બધા ભાવવિભોર બની ગયા હતા. ક્લબ મેમ્બર રૂપલબેન તરફથી વૃધ્ધોને લડવા, શીખંડ, દૂધીનો હલવો, પાત્રા,ખમણ તેમજ દાળ ,ભાત ,શાક અને પુરી નું જમણ આપવામાં આવ્યું હતું.તેઓને જમાડી તેમજ રાખડી બાંધી હતી.શોભનાબેન અને પ્રિતીબેન તરફથી રોકડ અનુદાન આપવામાં આવ્યું હતું.