મોરબી : આજથી નવરાત્રીનો આરંભ થયો છે. લોકોમાં પણ આ પર્વને લઈને ખૂબ ઉત્સાહ છે. બીજી તરફ પોલીસ પણ લોકોની સલામતી જળવાઈ રહે તે માટે અલગ અલગ ટિમો બનાવી સઘન પેટ્રોલિંગ કરવાની છે. વધુમાં નવરાત્રીએ બહેનોએ શુ શુ ધ્યાન રાખવું તે અંગે હળવદ પોલીસે ખાસ અપીલ કરી છે. ● ગરબામાં હંમેશા આપના પરિચિત ગૃપ સાથે જ રમો● અજાણી વ્યક્તિઓ સાથે મિત્રતા કેળવવાનું ટાળો● ઉતાવળમાં અજાણી વ્યકિતની લિફટ લેવાનું ટાળો● સમય મર્યાદામાં જ આપનાં ઘરે પાછા ફરો● હંમેશા જવા-આવવાનો માર્ગ ભીડવાળો પસંદ કરો● આપનો મોબાઇલ નંબર વિશ્વસનીય વ્યકિતઓને જ આપો● કોઈપણ વ્યકિત સાથે એકાંતવાળી જગ્યાએ ન જાઓ● સોશિચલ નેટવર્કિંગ સાઇટ દ્વારા મળેલી વ્યક્તિઓની સાથે મુલાકાત કરવાનું ટાળો● અજાણી વ્યકિત તમારૂં છૂપા કેમેરાથી શૂટિંગ ના કરે તેની કાળજી રાખો● આપનો નિયમિત પીછો કરતી વ્યક્તિઓ અંગે પોલીસને જાણ કરો● અજાણી અથવા ટૂંકા પરિચચવાળી વ્યકિતઓ દ્વારા ઓફર કરાયેલા પીણા પીવાનું ટાળોજરૂર પડ્યે આ નંબર ડાયલ કરી મદદ માંગોપોલીસ - 100વુમન હેલ્પ - 181સાયબર ક્રાઈમ - 1930ચાઈલ્ડ હેલ્પ - 1098કોઈપણ આકસ્મિક મદદ માટે હળવદ પોલીસ સ્ટેશન નં. ૦૨૦૫૮-૨૦૧૨૫૧ તથા મોરબી જીલ્લા પોલીસ સ્ટેશન કંટ્રોલ રૂમ નં. ૦૨૮૨૨ ૨૪૩૪૦૮ પર સંપર્ક કરવો.