મોરબી : મોરબીમાં અનેક જગ્યાએ પ્રાચીન ગરબીઓના પણ સુંદર આયોજન કરવામાં આવ્યા છે. ત્યારે મોરબીની સંસ્કાર રેસિડેન્સી ક્રિષ્ના સ્કૂલ શેરીની પ્રાચીન નવરાત્રિમાં દરરોજ માતા-બહેનો ગરબે રમીને માતાજીની આરાધના કરે છે. સહ પરિવાર સાથે ભારતીય વેશભૂષામાં સજ્જ થઈને માતાઓ-બહેનો ગરબે રમીને નવરાત્રિની ઉજવણી કરી રહી છે.