મોરબી સબજેલમાં ઉજવાઈ રક્ષાબંધન : બંદિવાનોને તેમની બહેનો રાખડી બાંધી શકે તે માટે કરાઈ વિશેષ વ્યવસ્થા મોરબી : આજ રોજ રક્ષાબંધન નિમિતે મોરબી સબજેલમાં બંદિવાનોને તેમની બહેનો રાખડી બાંધી શકે તે માટે સબજેલ અધિક્ષક દ્વારા જેલમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. કેદીઓને તેમની બહેનો રાખડી બાંધવા આવી ત્યારે અત્યંત લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. ભાઈ-બહેનના અતૂટ સ્નેહ અને પ્રેમને સમર્પિત હિન્દુ ધર્મના પવિત્ર પર્વ રક્ષાબંધન નિમિત્તે મોરબી સબ જેલના અધિક્ષક કે.એસ.પટણી તથા ઇ.ચા.સલામતી જેલર એ.આર.હાલપરા અને ઇ.ચા.સલામતી જેલર પી.એમ.ચાવડાનાઓ સાથે જેલના તમામ કર્મચારીઓ દ્રારા જેલમાં રહેલા બંદિવાનોઓને તેમની બહેનો રાખડી બાંધી શકે અને જેલમાં રહેલા બંદિવાનોનુ મનોબળ જળવાઇ રહે તે હેતુસર રક્ષાબંધનના કાર્યક્રમનુ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહારથી આવેલ બંદિવાનોને તેમની બહેનો રાખડી બાંધી શકે તે માટે જેલ પ્રશાંસન દ્રારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.