બનેવીના ભાઈએ પથ્થરનો ઘા મારી ઇજા કરીમોરબી : મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં રહેતા યુવકની બહેન એક વર્ષથી રિસામણે આવેલી હોય જે બાબતનો ખાર રાખી યુવકના બનેવીના કૌટુંબિક ભાઈએ પથ્થરનો ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના વિશિપરામાં મદીના સોસાયટીમાં રહેતા અને કુરિયરનો ધંધો કરતા શાહરુખ જુસબભાઈ સંધવાણીએ આરોપી મહેબૂબ ઇકબાલભાઈ ભટ્ટી વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદી શાહરૂખના બહેન એક વર્ષથી રિસામણે આવ્યા હોય જેનો ખાર રાખી તેના બનેવીના ભાઈએ ગત તા.3ના રોજ રસ્તામાં ઉભા રાખી છાતી પર પથ્થરનો ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, ફરિયાદીએ પણ વળતા હુમલામાં આરોપીને હેલ્મેટ ઝીકી દીધું હતું.