બાથરૂમ એસેસરીઝ, મોરટાઇઝ હેન્ડલ, મોરટાઇઝ લોકસ સિલીન્ડર્સ, ફર્નિચર હેન્ડલ્સ, કિચન ફીટીંગ્સ,ડ્રોઅર એસેસરીઝ સહિતની અનેક પ્રોડક્ટનું કલેક્શન ડિસ્પ્લેમાં મુકાયું : ફોરેન અને ડોમેસ્ટિક બાયર્સનો ખુબ સારો રિસ્પોન્સનવી દિલ્હી : નવી દિલ્હીમાં યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'માં સિફોનની આર્કિટેકચરલ હાર્ડવેર પ્રોડક્ટસ છવાઈ ગઈ છે. આ સ્ટોલમાં વિઝિટર્સની સતત ભીડ જોવા મળી રહી છે.નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો બ્લુઝોન પ્રેઝન્ટ 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'નો આજે બીજો દિવસ છે. ગઈકાલે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા એક્સપોનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ વેળાએ બોલિવૂડ અભિનેતા અને એક્સપોના બ્રાન્ડ એમ્બેસેડર એવા સુનિલ શેટ્ટીની પણ પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી. આ એક્સપોમાં રાજકોટમાં મેટોડા જીઆઈડીસીમાં કાર્યરત શક્તિ ગ્રુપ દ્વારા સ્ટોલ મુકવામાં આવ્યો છે. જેમાં તેઓની ખ્યાતનામ સિફોન બ્રાન્ડની તમામ આર્કિટેકચરલ હાર્ડવેર પ્રોડક્ટસ પ્રદર્શનમાં મુકવામાં આવી છે. સિફોન બ્રાન્ડ દ્વારા બાથરૂમ એસેસરીઝમાં બ્રાસ અને SS304, મોરટોઇઝ હેન્ડલમાં બ્રાસ અને ઝીંક તેમજ તેમાં ઓનેક્ષ કલેક્શન, રોયલ કલેક્શન, સફાયર કલેક્શન, એમરેલ્ડ કલેક્શન ઉપરાંત મોરટાઇઝ લોકસ સિલિન્ડર્સ, ફર્નિચર હેન્ડલ્સ, કિચન ફિટિંગ્સ, ડ્રોઅર એસેસરીઝ સહિતની અનેક પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. સિફોન બ્રાન્ડની આ પ્રોડક્ટ યુએઇ, ઓમાન, યુએસએ, યુકે, યુગાન્ડા, કેન્યા સહિતના દેશોમાં એકસપોર્ટ કરવામાં આવે છે. શક્તિ ગ્રુપના મેનેજીંગ ડિરેકટર અને રાજકોટ હાર્ડવેર એસોસીએશનના પ્રમુખ મનીષભાઈ પટેલે જણાવ્યું કે એક્સપોમાં તેઓના સ્ટોલમાં અનેક ફોરેન ડેલીગેટ્સ અને ડોમેસ્ટિક વિઝિટર્સે મુલાકાત લીધી છે. આ એક્સપો એક ગ્લોબલ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ થકી અનેક દેશોના બાયર્સ સાથે વ્યાપારી સંબંધો બનાવવાની તક મળી રહી છે. આ એક્સપોમાં તેઓના સ્ટોલને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.