મોરબી : ગત તા 2 એપ્રિલના રોજ મોરબી ખાતે ઇન્ડિયાના સૌથી મોટા ટીવી રિયાલિટી શો 'India's Gretest Telent Show'ની 7મી સિઝન માટે ઓડિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીની સિંગર સંગીતા લખતરીયા સિલેક્ટ થઈ છે અને તે ફાઈનાલિસ્ટ બની છે. જેઓને આગામી જુલાઈમાં રાજસ્થાનના જયપુર જઈ પોતાની પ્રતિભા રજુ કરવાનો મોકો મળ્યો છે. આ શો SONY TV, MTV, B4U ચેનલ પર રજૂ થશે. મહત્વનું છે કે, સંગીતા લખતરીયા પોતાની જાતે જ સિંગિંગ શીખી છે.