મોરબી : આજે ભગવાન શ્રીરામનો પ્રાગટ્ય દિવસ એટલે કે રામનવમી છે. ત્યારે મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલ રામધન આશ્રમમાં હાલમાં કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રામનવમી નિમિત્તે પૂજા-અર્ચના કરીને સાદાઈપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તેમજ નવરાત્રિના અનુષ્ઠાન નિમિત્તે આશ્રમ દ્વારા હોસ્પિટલમાં ફ્રુટ તથા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીમાંએ યાદીમાં જણાવ્યું છે કે જે લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે, તે લોકો હિંમત રાખે અને યોગ્ય સારવાર લે. તેમજ ભાવેશ્વરીમાંએ કોરોના મહામારી દરમિયાન કપરી પરિસ્થિતિમાં કોરોનાગ્રસ્ત લોકોની સેવા કરનારને ભાવથી વંદન કર્યા છે.